રાજન અને સુરેશ બન્ને
પડોશીઓ હતાં. રાજન ખુબ જ સારી કહેવાતી એક કેમિકલ બનાવતી કંપની માં નોકરી કરતો હતો.
સુરેશ એક બીલ્ડર હતો. બન્ને વચે ખુબ
મિત્રતા હતી. દરરોજ આંગણ માં રાત્રે જમી પરવારી ને એક કલ્લાક વાતો કરતાં. બન્ને
ભાઇ-ભાઇ ની જેમ રહેતા હતાં. રોજ નવા-નવા ગપ્પા મારતાં.
એક દિવસે બન્ને
વાતો-વાતો માં વળી ભગવાન ના અસ્તિત્વ ના વિષય પર વાત કરવા માંડ્યા. રાજન કહે છે કે
ભગવાન સૌ થી મહાન હોય છે. તે કહે છે, “હું તો રોજ સવાર-સવાર માં
નહાય લઉં અને પછી ૧૫ મિનીટ શંકર ભગવાન ની આરતી-પૂજા કરુ. ત્યાર બાદ જ બીજું કામ
કરુ”. વળી સુરેશ આવી વાતો માં માનતો ન
હતો. તેમના પ્રમાણે ભગવાન માત્ર એક કાલ્પનીક વસ્તુ છે. અસલ માં ભગવાન જેવુ
કાંઇ હોતુ જ નથી. વળી તે પથ્થર ની પૂજા માં બીલ્કુલ જ ન માનતા હતા. સુરેશ કહે છે
કે, “તમે પણ શું ખાલી ખોટા
આવી આવી વાતો માં માનો છો? આવી આવી વાતો માં તો
અભણો માને. તમે પણ અભણ છો શું?” આ વાત સાંભળી રાજન
આગબબુલો થઇ જાય છે. તે અત્યંત ગુસ્સામાં કહે છે કે,“એ સુરેશ્યા! તુ મને અભણ
કહે છે? મને? અરે હું તો મુંબઇ ની IIT માં ભણી ને આજે આવી નોકરી કરુ છું. પણ તુ તો સાવ સામાન્ય
૧૦ પાસ બીલ્ડર છે. ને તુ મને અભણ કહે છે!? અભણ તો તુ છે નાસ્તિક!” પોતાને રાજને અભણ કહ્યો તે થી સુરેશ પણ ગુસ્સે થી
લાલ-પીળૉ થઇ ગયો. તે બોલ્યો, “એ અંધ શ્રધાળુ તુ મને
અભણ સમજે છે? પોતે IIT માં ભણી ને આજે આવી નોકરી કરે છે, તેનુ તને આવું અભિમાંન છે કે તુ મને અભણ કહે છે હેં? ડોબા ખોટી અંધ્શ્રધ્ધા મુકી દે. આવી આવી પૂજા-આરતી કરીને
જો તુ પાગલ બની ગયો છે પાગલ!”
હવે વાત ખુબ વધી ગઇ હતી.
બન્ને એક બીજા નુ અપમાંન કરવા લાગ્યા. જ્ગડો એટલો વધી ગયો કે બન્ને એ નક્કિ કર્યું
કે ગામ નો ચાલાક માણસ શ્રી સ્વર વૈદ્ય પાસે જવું.
સ્વર વૈદ્ય ખુબ જ ચાલક અને શાણા માણસ હતાં. તેઓ પોતાની
ચતુરાઇ થી આ મામલો સુલઝાવશે અને ભગવાન ના આસ્તિત્વ વિશે જણાવશે. રાજન
અને સુરેશ બન્ને હવે રોજ એક-બીજા સાથે વાતો પણ ન કરતા. વાતો તો ઠીક,એક બીજા
ની સામુ પણ ન જોતાં.
રાજન
અને સુરેશ શ્રી સ્વર વૈદ્ય ના ઘરે સવારે ૯ વાગે જાય છે. તારીખ હોય છે ૩૦ એપ્રિલ.
(રાજન
દરવાજો ખખડાવે છે. દરવાજો ખોલી સ્વર બહાર આવે છે.)
રાજન
: નમસ્તે. માંરુ નામ રાજન છે સ્વરભાઇ. હું અબક કંપની માં કામ કરું છું.
સુરેશ
: અને માંરુ નામ સુરેશ છે. હું એક બીલ્ડર છું. અમે બન્ને પડોશિઓ છીએ. અમે
અહિંથી ૩ ગલી પાછળ રહીએ છીએ.
સ્વર
: નમસ્તે. આપનું સ્વાગત છે. આવો અંદર આવો.
(ત્રણે
જણા અંદર જાય છે. સોફા પર બેસે છે. અંદર થી સ્વર બન્ને મટે પાણી લઇ આવે છે. પછી
વાત શરુ થાય છે.)
સુરેશ
: સ્વરભાઇ તમે ખુબ શાણા અને ચતુર છો. મને વિશ્વાસ છે કે તમે અમાંરા પ્રશ્ન
નો જવાબ જરુર આપશો.
સ્વર
: તો તમારો પ્રશ્ન શું છે?
રાજન
: હું કહું. વાત એમ છે કે અમે ગયા અઠવાડીએ વાતો કરતા હતાં. હવે અમાંરા બન્ને
વચ્ચે મતભેદ થયો અને તે કહે છે કે ભગવાન હોતા જ નથી. હું કહું છું કે ભગવાન હોય
છે. હવે તમે જ કહો શું ભગવાન હોય છે કે નથી હોતા?
સ્વર : તમારો
સવાલ ખુબ જ અઘરો છે. પણ સુરેશ્ભાઇ તમે જ વિચારી જુઓ કે જો ભગવાન હોતા જ નથી, તો પછી
આ દુનિયા, આ પશુ-પંખીઓ, આપણે માણસો આ
બધુ કોણે બનાવ્યું છે?
રાજન
: બોલ બોલ સુરેશ કેવી રીતે બન્યું?
સુરેશ
: ભાઇ, મારો સવાલ એમ નથી, મારો
સવાલ એમ છે કે આ જગ ને બનાવનાર કોઇક શક્તિ તો છે જ. પરંતુ શું એ આપણી માણસો જેવા જ
રંગ-રૂપ, સ્વભાવ વગેરે નુ હશે?
સ્વર
: સુરેશ્ભાઇ તમાંરી વાત માં દમ તો છે. પણ આપણે માનવીઓ તો તેની કલ્પ્ના માનવીઓ
જેવી જ કરી શકીએ છે. માટે આપણે તેને માનવ હોય તેવુ સ્વરૂપ આપ્યું છે.
રાજન
: તમારી વાત એક્દમ સાચી છે સ્વરભાઇ.
સુરેશ
:પણ સ્વરભાઇ આપણે તો ખાલી તેની ક્લ્પના જ કરી છે. ઘણી વાર લોકો ભગવાન વિશે
વાતો કરતાં હોય છે કે આપણે ભગવાન વિશે ભલું-બુરું ન બોલાય, નહિં
તો ભગવાન ને ખોટું/માઠું લાગી જાય. જો ભગવાન ને પણ માઠું લાગતું હોય, તો
તો પછી માણસ અને ભગવાન વચ્ચે ફરક શું રહે?
સ્વર
: હા સુરેશભાઇ તમારી વાત સાચી છે. ભગવાન આપણાં બધા થી ખુબ જ ઉચ્ચ છે. લોકોની
આ વાત ખોટી છે. પણ તેમાં એવું છે કે જયારે આ ધર્મ ની શોધ થઇ હશે, ત્યારે
ભગવાન નુ સમ્માન જાળવવા માટે આવું શોધાણું હશે. પછી ધીરે-ધીરે આ વાત જે અર્થ માટે
બની હતી તે અર્થ જ ભુલાઇ ગયો. માટે આજે આવું છે. અને આ અંધશ્રધ્ધા જ છે.
સુરેશ
: આપણે ભગવાન ની મૂર્તિ ની જ પૂજા કરીએ છીયે. શું એક મૂર્તિ
ને ભગવાન નો આકાર આપવા થી તે ભગવાન બની જાય છે?
સ્વર
: હા સુરેશભાઇ તમે સાચું કહો છો,
અને...........
રાજન
:(વચ્ચે થી જ રોક્તા) પણ લોકો એ ક્યારે પણ ભગવાન ને જોયા તો છે નહિ. તો તે
પોતાને પ્રત્યે ઉપકાર ની ભાવના ક્યાં પ્રકટ કરે? માટે
પોતે કૃતજ્ઞતા પ્રકટ કરવા મૂર્તિ ને ભગવાન માની ને તેની પૂજા કરે છે.
સ્વર
: રાજન ભાઇ, તમે પણ સાચી વાત કહી છે. લોકો પોતાના દિલ ની ભાવનાઓ
કોને વ્યક્ત કરે. માટે તેઓ મૂર્તિ ની પૂજા કરે છે. સુરેશ ભાઇ, તમારે
શું કેહવું છે તે કહો.
સુરેશ
: (થોડું વિચારે છે) સ્વરભાઇ, માણસ પણ એટલો
ભલો નથી. તે પોતાની કૃતજ્ઞતા પ્રકટ કરવા પૂજા નથી કરતો. ભગવાન ની પાસે માણસ ના
સુખ-દુઃખ ની દોરી છે, તે ઇચ્છે તો માણસ ને સુખ પણ આપી શકે છે અને દુખ પણ આપી
શકે છે. માટે જ લોકો ભગવાન ની પૂજા કરે છે. માનો કે કોઇ ગુંડો કહે કે જો આપણે તેની
રોજ પૂજા કરીએ, તો તે આપણને ખુબ ધન આપશે, પણ
પૂજા ન કરીએ, તો તે ગોળી મારી દેશે, તો
શું માણસ તેની રોજ પૂજા ન કરે?. માણસ ભગવાન ની મૂર્તિ સામે જાત-જાત ની વાનગીઓ ચડાવે
છે. વર્ષ માં એક વાર તો અન્નકોટ રાખે છે. જો ખરેખર ભગવાન આવવાના હોત અને બધું ચપા
ચપ ખાવાના હોત, તો શું કોઇ અન્ન ચડાવત? ભગવાન
અન્ન ખાતા નથી, તેનો લોકો ફાયદો ઉઠાવે છે. શું તે લુચ્ચાઇ ન થઇ?
રાજન : એ પાપી પુરુષ, તુ ભગવાન ને ગુંડા સાથે સરખાવે છે? તને પાપ થશે પાપ!. ભગવાન ને ગુંડો કહે છે? જો, તું ભગવાન નું ઘોર અપમાન
કરે છે અપમાન !
સુરેશ : એ પાપ તને લાગશે
પાપી ! મે ખાલી એક ઊદાહરણ આપ્યું હતું. જે લોકો ના મન માં પાપ હોય, તે જ લોકો વાતો ના જૂદા મતલબ કાઢે.
રાજન : તો તું એમ કહે છે કે મારા
મન માં પાપ છે એમ?
સુરેશ : હા છે જ!
સ્વર : અરે શાંત થઇ જાવ! શાંત રહો!. એક બીજા પર ગુસ્સો કરવા થી જ પાપ લાગે, માટે શાંત રહો.
(રાજન અને સુરેશ ચૂપ થઇ જાય છે.)
સ્વર : સુરેશભાઇ તમારી
વાત સાચી છે. માણસ સ્વાર્થી અને લુચ્ચો તો છે જ. અને કદાચ તેના માટે જ તે ભગવાનની
પૂજા કરતો હશે. પણ સુરેશભાઇ, માણસ પોતાના સ્વાર્થ માટે પણ ભગવાન ની પૂજા તો કરે જ છે.
તો તેમાં શું ખોટું છે. તે ભગવાન ના ડર થી તો ડર થી, પણ પૂજન તો કરે જ છે
ને.
રાજન : હા સ્વરભાઇ, કોઇ પણ વ્યક્તિ નિઃસ્વાર્થી તો હોતો જ નથી. કોઇ થોડા સ્વાર્થી
હોય છે, તો કોઇ વધુ. અને શું ફરક પડે કે તે સ્વાર્થ થી પૂજા કરે
છે કે ની:સ્વાર્થ થી?
સ્વર : હા સુરેશભાઇ, રાજન એ પણ સાચી જ વાત કહી છે. માણસ ભલે સ્વાર્થી હોય, પણ તે ભક્તિ તો કરે જ છે ને. તમારે ઘણા મિત્રો હશે
સુરેશભાઇ. માનો કે તમારો કોઇ એક મિત્ર તમારે પ્રત્યે ખુબ લાગણી રાખે છે, પણ તેમને તમારે જરુર છે માટે તે તમાંરા પ્રત્યે લાગણી
રાખે છે. તે તમને સંક્ટ સમયે બચાવશે, પણ સ્વાર્થ થી કે તે
જ્યારે સંકટ માં પડશે, તયારે તમે તેને બચવ્શો. તો પણ શું? એ તમારી પ્રત્યે લાગણી તો રાખે જ છે ને, તમને સંકટ માં તો બચવશે જ ને, પછી ભલે સ્વાર્થ થી.
સુરેશ : સ્વરભાઇ, મારે તમને જે કહેવાનું
હતું, એ મેં તમને કહી દીધું. હવે હું પરીણામ તમારી બુદ્ધિ અને
ચાલાકી પર છોડી દઉ છું. તમને જે ઠીક લાગે, તે તમે ફેંસલો સંભળાવો.
રાજન : સ્વરભાઇ, મે પણ મારે કહેવું હતું, તે કહી દીધું, હવે તમે જ નક્કિ કરો.
સ્વર : મારે વિચારવા માટે
થોડો સમય જોશે. તમારા બન્ને ની વાતો હું ધ્યાનથી વિચારીશ અને પછી ફેંસલો સંભળાવીશ.
આજે કઇ તારીખ થઇ?
રાજન : ૩૦ તારીખ
સ્વર : બરોબર. તો તમે એક કામ કરો, આવતા
શનીવારે એટલે કે ૭ તારીખે આવજો. મારી પાસે એક અઠવાડિયું છે. હું વિચારી ને કહીશ.
તમે બન્ને શું પીશો? ચા/કોફી કે કાંઇ ઠંડુ શરબત?
રાજન
: આભાર, પણ ૧૦:૩૦ વાગી ગયા છે અને મારે કામ માટે ૧૧ વાગે પહોંચવાનું
છે,માટે હું તો હવે જઉં જ છું.
સુરેશ
: અને સ્વરભાઇ, મારે પણ આજે એક ગ્રાહક ને મકાન દેખાડવાનું છે, માટે
હું પણ હવે નીક્ળું. આવજો.
(બન્ને
સ્વર ના ઘરે થી જાય છે. સાત દિવસો સ્વર ખુબ વિચારે છે. ૭ મો દિવસ આવે છે અને
રાજન-સુરેશ ફરી સ્વર ના ઘરે જાય છે.)
સ્વર : આવો
આવો રાજનભાઇ, સુરેશભાઇ. કેમ છો?
બન્ને
: એક્દમ મજામાં હો. તમે કેમ છો?
સ્વર
: હું પણ મજામાં જ છું. આવો અંદર.
(ત્રણે
જણા અંદર જાય છે.)
સ્વર
: મે આ ૭ દિવસો માં ખુબ વિચાર્યું અને હું આ નતીજા પર આવ્યો છું. જુઓ
રાજનભાઇ અને સુરેશભાઇ, મને તમે બન્ને કોઇક-કોઇક રીતે સાચા લાગો છો. ભગવાન હોય
તો જરુર છે, પણ મૂર્તિઓ માં તો બીલકુલ નહિં. ભગવાન સંસાર ના દરેક કણ
કણ ના નિર્માતા છે. તે સંસાર ના કણ માં વસે છે. તે માનવીઓ ના દિલ માં વસે છે. માંણસે
મૂર્તિ ની પૂજા કરવાની શરુઆત તે માટે કરી હતી કે ભગવાન ક્યાં છે, કેવા
છે,તે કોઇ ને ખબર ન હતી. પણ આજે તેનો અર્થ જ વિસરાય ગયો છે.
આજે લોકો મૂર્તિ ને જ ભગવાન માને છે. મૂર્તિ ની પૂજા થી ભગવાન પ્રાપ્ત થાય નહિં.
લોકો ભગવાન ની મૂર્તિ ને પૂજવા માં ધન ખર્ચ કરે, તે જ
ધન જો લોકો ગરીબો ને દાન કરે, અથવા સારા કામ માં ખર્ચ કરે, તો
ભગવન વધુ પ્રસન્ન થશે. ભગવાન ને જે અન્ન ચડાવે છે, તે
જ અન્ન ભુખ્યા લોકો ને આપે, તો
તેનું પેટ ભરાશે અને ભગવાન અતિ પ્રસન્ન થશે. ભગવાને જ આ માણસો નું નિર્માણ કર્યું
છે, તેમાં તેમને ખુબ જ મેહનત પડી, તો
આપણે તે જ ગરીબ-ભુખ્યા માણસો ને મદદ કરીએ, તો
ભગવાન કેટલા પ્રસન્ન થાય. માટે ભગવાન પ્રત્યે શ્રધ્ધા હોય, તો
ભગવાન ને આપણા પર ગર્વ થાય અને આપણા પર ખુશ થાય તેવા કાર્યો કરવા જોઇએ. ભગવાન ને
તેની મૂર્તિ ને સેવા કરતાં કરુણા ને મૂર્તિ (દુઃખી) ની સેવા થી વધારે ખુશ થશે. બસ
આજ મારો ફેંસલો છે અને હું અપેક્ષા કરું છું કે આ ફેંસલો આપ બન્ને ને માન્ય રહેશે.
રાજન
અને સુરેશ બન્ને આ વાત ધ્યાન થી સાંભળે છે અને તે બન્ને ને સંતોષ મળે છે.
રાજન
: સ્વરભાઇ આપનો ખુબ જ આભાર માનુ છું. આપે ખુબ જ યોગ્ય નિર્ણય સંભળાવ્યો છે.
સુરેશ
: હા સ્વરભાઇ હું આ નિર્ણય થી ખુબ જ સંતુષ્ટ છું અને હું આપ એ કહ્યું તે
મુજબ જ કરીશ.
સ્વર
: તો રાજનભાઇ અને સુરેશભાઇ, હવે તમે ફરી સંપિ ને રહેજો. ચાલો, હું
હવે ગુલાબ નું શરબત બનાવું.
ગુલાબ
નું શરબત પી અને બન્ને જણા ફરી ઘર તરફ જાય છે. રસ્તા માં બન્ને આ પ્રકાર વાતો કરે
છે:
રાજન
: મિત્ર, મને માફ કરી દે, મેં
તારા પર ક્રોધ કર્યો.
સુરેશ
: અરે મિત્ર, માફી તો મારે માંગવી છે, મને માફ
કરી દે, મેં તારી સાથે ઝ્ગડા ને શરુઆત કરી હતી.
આ
પ્રકારે બન્ને એક બીજા ને માફ કરી દે છે. બન્ને નક્કિ કરે છે કે હવે થી તે દર શનીવારે
ગરીબો ને દાન કરશે.
આ વાત ને ૩ વર્ષ વીતી ગયા. હજી પણ બન્ને દાન કરે છે. તેઓ
ફરી થી રોજ રાત્રે ગપ્પા મારે છે. ક્યારેક લડી પણ પડે છે, પણ પછી
તરત જ ફરી થી સંપી જાય છે.

